Looking For Anything Specific?

ads header

ગુજરાતની નદીઓ | Gujarat rivers

                    ગુજરાતની નદીઓ


 ગુજરાતમાં નાની મોટી 185 નદીઓ વહે છે. મોટા ભાગની નદીઓ મોસમી નદીઓ છે, તેમાં ચોમાસા પૂરતું જ પાણી રહે છે. ગુજરાતની મોટી નદીઓ નર્મદા, તાપી, મહી અને સાબરમતીનું ઉદ્ગમસ્થાન ગુજરાતમાં નથી. ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી સાબરમતી છે. ગુજરાતમાંથી નીકળતી સૌથી મોટી નદી ભાદર છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. ગુજરાતની નદીઓને કચ્છની, સૌરાષ્ટ્રની અને તળ ગુજરાતની નદીઓ એમ ત્રણ વિભાગમાં વહેંચી શકાય.


• તળ ગુજરાતની નદીઓ 


👉 ગુજરાતની કુંવારિકા નદીઓ


અરવલ્લીની ડુંગરમાળામાંથી નીકળતી બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ દરિયાને ન મળતાં કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, એટલે તેમને કુંવારિકાઓ કે અંતઃસ્થ નદીઓ કહે છે. આ નદીઓ ઇશાનથી નૈઋત્ય તરફ વહે છે. આ નદીઓમાં ચોમાસા પૂરતું જ પાણી હોય છે.


(1) બનાસ નદી 


ઉદ્ગમસ્થાન : ઉદયપુર પાસેની ટેકરીઓ

લંબાઈ : 270 કિમી. પ્રાચીન નામ : પર્ણાશા

પ્રવાહ ક્ષેત્ર : 2937 ચો.કિમી.

વહન ક્ષેત્ર : બનાસકાંઠા, પાટણ, એક ફાંટો વારાહી અને બીજો ફાંટો સાંતલપુર પાસે કચ્છના રણને મળે છે.

સહાયક નદીઓ : બાલારામ અને સિપુ

સિંચાઈ યોજના : દાંતીવાડા

નદી કિનારે આવેલ સ્થળો : ડીસા, કાંકરેજ 

વિશેષ : ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી. ડીસામાં નદીના ભાઠામાં બટાકાનો વિપુલ પાક થાય છે.


(2) સરસ્વતી નદી


ઉદ્ગમસ્થાન : અંબાજી પાસેનું કોટેશ્વર

લંબાઈ : 150 કિમી.

વહનક્ષેત્ર બનાસકાંઠા, પાટણ, જિલ્લામાં થઈને કચ્છના રણને મળે છે.

પ્રવાહક્ષેત્ર : 970 કિમી.

સહાયક નદીઓ : અર્જુની

સિંચાઈ યોજના: વડગામ તાલુકામાં મુક્તેશ્વર ડેમ 

નદી કિનારે આવેલ સ્થળો : દાંતા, સિદ્ધપુર, પાટણ, વરાણા


(3) રૂપેણ નદી -


ઉદ્ગમસ્થાન: ખેરાલુ તાલુકાના તારંગાની ટેકરીઓ સુદાસણા પાસેના ટુંગા પર્વતમાંથી

લંબાઈ : 135 કિમી.

વહન ક્ષેત્ર : મહેસાણા જિલ્લાના ખેરાલુ, વિસનગર તાલુકાઓમાંથી પસાર થઈ પાટણ જિલ્લાના ચાણસ્મા, સમી તાલુકાઓમાંથી પસાર થઈ કચ્છના રણમાં મળે છે.

સહાયક નદીઓ : ખારી અને પુષ્પાવતી


તળ ગુજરાતની અન્ય નદીઓ 


(1) અર્જુની નદી


ઉદ્ગમસ્થાન : અંબાજીની ટેકરીઓમાંથી 

વહનક્ષેત્ર : બનાસકાંઠા જિલ્લો, સરસ્વતીને મળે છે. 


(2) સીપુ નદી :


ઉદગમસ્થાન : રાજસ્થાનના સિરોહી જિલ્લાની હિમેજ ટેકરીઓમાંથી

લંબાઈ : 32 કિમી. (ગુજરાતમાં)

વહનક્ષેત્રઃ બનાસકાંઠા જિલ્લો, ડીસા તાલુકાના ભડથ ગામ પાસે બનાસ નદીને મળે છે.

સિંચાઈ : સિપુ


(3) બાલારામ નદી :


ઉદ્ગમસ્થાન: સિરોહી જિલ્લાની ઇશાન બાજુની ટેકરીઓમાંથી

વહનક્ષેત્ર: બનાસકાંઠા જિલ્લો, પાલનપુર તાલુકાના કરજા ગામે બનાસ નદીને મળે છે.

લંબાઈ : 32 કિમી.

વિશેષ: બાલારામ પર્યટન સ્થળ નદીકિનારે આવેલ છે.


(4) પુષ્પાવતી નદી


ઉદ્ગમસ્થાન : ઊંઝા તાલુકામાંથી નીકળી બહુચરાજી તાલુકામાં રૂપેણને મળે છે.

વિશેષ: મોઢેરાનું સૂર્યમંદિર અને મીરાં દાતાર–ઉનાવા તીર્થધામ પુષ્પાવતી નદીકિનારે આવેલ છે.


(5) સાબરમતી :


ઉદ્ગમસ્થાન: રાજસ્થાન સ્થિત અરવલ્લીની ટેકરીઓ પર આવેલ વેકરિયા પાસેથી

લંબાઈ: 320 કિમી. ગુજરાતમાં, ગુજરાતની સૌથી લાંબી નદી

પ્રાચીન નામ : સાભ્રમતી

વહનક્ષેત્ર: સાબરકાંઠા, મહેસાણાનો પૂર્વકનારો, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ.

કર્યાં મળે છે ? : ખંભાતના અખાતને 

બેસિન વિસ્તાર : 5936 ચો.કિમી.

સહાયક નદીઓ :આકુળ-વાકળ ગુણભાંખરી ખાતે મળે છે.

હરણાવ સાબરકાંઠા જિલ્લામાં મળે છે.

હાથમતી પ્રાંતિજની ઉત્તરે મળે છે. ત્યાંથી સાબરમતી કહેવાય છે.

વૌઠા ખાતે વાત્રક નદી મળે છે. વાત્રક પોતાની સાથે માઝમ, મેશ્વો અને શેઢીનાં પાણી સાથે લાવે છે.

લીમડી ભોગાવો ધોળકા તાલુકાના દક્ષિણ ભાગમાં મળે છે.

વિશેષ :

સાબરમતી, મહેસાણા અને સાબરકાંઠા, બનાસકાંઠા અને સાબરકાંઠા, અમદાવાદ અને ખેડા, અમદાવાદ અને આણંદ જિલ્લામાં સરહદનું કામ કરે છે.


(6) મેશ્વો નદી :


ઉદ્ગમસ્થાન : રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી 

વહનક્ષેત્ર : અરવલ્લી, ગાંધીનગર, ખેડા 

કોને મળે છે ? : મહેમદાવાદ તાલુકાના સમાદ્રા ગામે વાત્રકને મળે છે. 

સિંચાઈ યોજના : મેશ્વો ડેમ, શામળાજી ખાતે 

નદી કિનારે આવેલ સ્થળ : શામળાજી તીર્થધામ


(7) વાત્રક નદી :


ઉદ્ગમસ્થળ : રાજસ્થાન સ્થિત ડુંગરપુરની ટેકરીઓમાંથી

પ્રાચીન નામ : વાત્રની

લંબાઈ : 125 કિમી.

વહનક્ષેત્ર : અરવલ્લી, ગાંધીનગરનો પૂર્વ કિનારો, ખેડા 

કોને મળે છે ? : વૌઠા ખાતે સાબરમતીને મળે છે.

સિંચાઈ યોજના : વાત્રક ડેમ, વાત્રંક કોલોની, અરવલ્લી જિલ્લો

સહાયક નદીઓ : માજમ, મેશ્વો, શેઢી

નદીકિનારે આવેલ સ્થળો : ઉત્કંઠેશ્વર મહાદેવ, કેદારેશ્વર મહાદેવ, આતરસુંબા, ખેડા

વિશેષ : ગાંધીનગર અને ખેડા જિલ્લા વચ્ચે સરહદનું કામ કરે છે.


(8) શેઢી નદી :


ઉદ્ગમસ્થાન ઃ મહીસાગર જિલ્લાની વધારીની ટેકરીઓમાંથી

લંબાઈ : 113 કિમી.

પ્રાચીન નામ : સેટ્ટિકા

વહન ક્ષેત્ર : મહીસાગર, ખેડા જિલ્લો

સહાયક નદીઓ : લૂણી, મહાર 

કોને મળે છે ? : ખેડા પાસે વાત્રક નદીને મળે છે.

વિશેષ : શેઢી નદી કિનારે પૂજ્ય મોટાનો આશ્રમ આવેલ છે.


(9) ખારી નદી :


ઉદ્ગમસ્થાન ઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કેસરપુરા ગામ પાસેથી 

લંબાઈ : 160 કિમી.

વહન ક્ષેત્ર : સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા

કોને મળે છે ? : ખેડા જિલ્લાના રહુ ગામે સાબરમતીને મળે છે.

સિંચાઈ યોજનાઃ ગાંધીનગર જિલ્લાના રાયપુર ખાતે ખારીકટ કેનાલ


(10) હાથમતી :


ઉદ્ગમસ્થાન ઃ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી

વહન ક્ષેત્ર : અરવલ્લી, સાબરકાંઠા જિલ્લો

કોને મળે છે ? : સાબરમતીને

નદીકિનારે આવેલ સ્થળ : હિંમતનગર 

સિંચાઈ યોજના : હાથમતી સિંચાઈ યોજના, હિંમતનગર ખાતે


(11) મહી :


ઉદ્ગમસ્થાન : મધ્યપ્રદેશ સ્થિત વિંધ્યાચળ પર્વત પરના મહાડ તળાવમાંથી. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત ત્રણ રાજ્યોમાં વહે છે. 

લંબાઈ : કુલ લંબાઈ 576 કિમી. 

ગુજરાતમાં લંબાઈ: 256 કિમી.

વહનક્ષેત્ર : મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ 

કોને મળે છે ? : ખંભાતના અખાતને

સિંચાઈ યોજના : વણાકબોરી અને કડાણા

સહાયક નદીઓ : પાનમ, મેસરી, અનાસ, ગળતી 

વિશેષ : બારમાસી નદી છે. ખેડા અને પંચમહાલ, ખેડા અને વડોદરા, આણંદ અને વડોદરા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે. ખંભાતના અખાતને મળે છે ત્યાં ઉત્તરે ખંભાત અને દક્ષિણે કાવી બંદર આવેલું છે. ટોલેમીએ ‘Mophis' તરીકે ઉલ્લેખ કર્યો છે.



દક્ષિણ ગુજરાતની નદીઓ


(1) નર્મદા :


ઉદ્ગમસ્થાન : છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના અમરકંટકના ડુંગરમાંથી 

લંબાઈ : 1312 કિમી.

ગુજરાતમાં લંબાઈ : 161 કિમી.

વહન ક્ષેત્ર : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહે છે. હાંફેશ્વર ખાતે ગુજરાતમાં પ્રવેશે છે. નર્મદા અને ભરૂચ જિલ્લામાં વહે છે.

કોને મળે છે ? : અંકલેશ્વર તાલુકાના હાંસોલ ગામે ખંભાતના અખાતને મળે છે.

નદીકિનારેનાં સ્થળો ઃ ભરૂચ, ચાંદોદ, કરનાળી, શુક્લતીર્થ

પ્રાચીન નામ : રેવા

સિંચાઈ યોજના : નવાગામ ખાતે સરદાર સરોવર, જિ.નર્મદા

સહાયક નદીઓ : કરજણ, ઓરસંગ, કાવેરી, અમરાવતી, ભૂખી, દેવ

વિશેષ : ગુજરાતની સૌથી મોટી નદી છે. ગુજરાતની જીવાદોરી ગણાય છે. સુરપાણેશ્વર ખાતે મોખડી ધાટ નામે ઓળખાતો સુરપાણનો પ્રખ્યાત ધોધ આવેલ છે, પશ્ચિમ દિશા તરફ વહેતી, મુખત્રિકોણ ન બનાવતી સૌથી મોટી નદી છે.


2) વિશ્વામિત્રી :


ઉદ્ગમસ્થાન : પાવાગઢના ડુંગરમાંથી

વહનક્ષેત્ર : પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વહે છે.

કોને મળે છે ? : કરજણ તાલુકામાં ઢાઢર નદીને મળે છે.

નદીકિનારે આવેલ સ્થળ : વડોદરા

સિંચાઈ યોજના : વડોદરા ખાતે આજવા ડેમ


(3) ઢાઢર નદી : 


વહનક્ષેત્ર : પંચમહાલ અને વડોદરા જિલ્લો

ઉદ્ગમસ્થાન : પાવાગઢની ટેકરીઓમાંથી

લંબાઈ : 112 કિમી.

સહાયક નદી : વિશ્વામિત્રી

કોને મળે છે ? : ખંભાતના અખાતને


(4) કીમ નદી :


ઉદ્ગમસ્થાન : રાજપીપળાના ડુંગરોમાંથી 

લંબાઈ : 112 કિમી.

વહનક્ષેત્ર : રાજપીપળા, ભરૂચ, સુરત

કોને મળે છે ? : ખંભાતના અખાતને મળે છે.

વિશેષ : નર્મદા અને તાપી નદીઓની વચ્ચે વહે છે.


एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ