Looking For Anything Specific?

ads header

સૌરાષ્ટ્રની નદીઓ | કચ્છ જિલ્લાની નદીઓ | દક્ષિણ ગુજરાતની નદીઓ

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની અને કચ્છ જિલ્લાની નદીઓ



નોંધ: ૧ થી ૪ ક્રમ ની નદીઓ ની માહિતી આગળ ની પોસ્ટ માં છે.


(5) તાપી નદી : 


ઉદ્ગમસ્થાન ઃ મધ્યપ્રદેશ બૈતુલ જિલ્લાના મુલતાઈના ઝરા પાસેથી

લંબાઈ : કુલ લંબાઈ 752 કિમી.ગુજરાતમાં લંબાઈ: 224 કિમી.

બેસિન વિસ્તાર: 1395 ચો.કિમી. 

સ્ત્રાવ ક્ષેત્ર : 60415 ચો.કિમી.

વહનક્ષેત્ર: તાપી અને સુરત જિલ્લો 

નદીકિનારે આવેલ સ્થળો : સુરત, નિઝર, માંડવી 

સિંચાઈ યોજના : ઉકાઈ (તાપી જિલ્લો), કાકરાપાર (સુરત જિલ્લો)

કોને મળે છે ? : ડુમસ ખાતે ખંભાતના અખાતને 

પ્રાચીન નામ : તપ્તી કે સૂર્યપુત્રી

સહાયક નદીઓ : વરેલી

વિશેષ : મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની સહિયારી નદી. પૂરથી અવારનવાર વિનાશ વેરતી બારમાસી નદી છે.


(6) પૂર્ણા નદી :


ઉદ્ગમસ્થાન : પીંપલનેરના ડુંગરમાંથી 

લંબાઈ 80 કિમી. 

વહનક્ષેત્ર : તાપી, ડાંગ, સુરત, નવસારી 

નદીકિનારેનાં સ્થળ : નવસારી, મહુવા, જલાલપોર

કોને મળે છે ? ખંભાતના અખાતને મળે છે.


(7) અંબિકા નદી :


ઉદ્ગમસ્થાન : મહારાષ્ટ્રના સાતપુડા પર્વતમાંથી 

લંબાઈ : કુલ લંબાઈ 136 કિમી. ગુજરાતમાં 64 કિમી. વહનક્ષેત્ર : નવસારી, સુરત, ડાંગ 

કોને મળે છે ? : પૂર્ણા નદીની દક્ષિણે અરબી સમુદ્રને મળે છે.

સહાયક નદીઓ : ખાખરી, કોસખાડી, વોલણ, કાળી નદી, કાવેરી, ખરા


(8) ઔરંગા નદી :


ઉદ્ગમસ્થાન : ધરમપુરની ટેકરીઓમાંથી 

કુલ લંબાઈ : 97 કિમી.

વહનક્ષેત્રઃ વલસાડ, નવસારી જિલ્લો

કોને મળે છે ? : અરબી સમુદ્રને

નદીકિનારે આવેલ સ્થળ : વલસાડ

સહાયક નદીઓ : માન, તાન


(9) પાર નદી :


ઉદ્ગમસ્થાન: મહારાષ્ટ્ર.

લંબાઈ : 80 કિમી.

વહનક્ષેત્ર : વલસાડ

કોને મળે છે ? : અરબીસમુદ્રને

નદીકિનારે આવેલ સ્થાન : પારડી


(10) દમણગંગા : 

ઉદ્ગમસ્થાન ઃ મહારાષ્ટ્રનો નાસિક જિલ્લો 

વહનક્ષેત્ર : વલસાડ 

વિશેષ : ગુજરાતમાં દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી 

કોને મળે છે ? : અરેબી સમુદ્રને

નદીકિનારે આવેલ સ્થળ : સેલવાસ


(11) કોલક :


વહનક્ષેત્ર : વલસાડ

ઉદ્ગમસ્થાન ઃ મહારાષ્ટ્રનો નાસિક જિલ્લો 

નદીકિનારે આવેલ સ્થળ : ઉદવાડા 

કોને મળે છે ? : અરબી સમુદ્રને

વિશેષ : નદીના પટમાંથી કાલુ માછલી મળી આવે છે.


સૌરાષ્ટ્રની નદીઓ


(1) ભાદર નદી


ઉદ્ગમસ્થાન : જસદણની પૂર્વે આવેલ મદાવા ડુંગરમાંથી

લંબાઈ : 260 કિમી.

વહનક્ષેત્ર : રાજકોટ, જૂનાગઢ, પોરબંદર 

કોને મળે છે ? : પોરબંદર જિલ્લાના નવી બંદર ખાતે અરબી સમુદ્રને

નદીકિનારે આવેલ સ્થળો : જસદણ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, કુતિયાણા

સિંચાઈ યોજના : શ્રીનાથગઢ (જેતપુર નજીક) 

સહાયક નદીઓ : કરનાંલ, ઉતાવળી, ફોફળ, ઓઝત, મોજ, મુનસર

વિશેષ ઃ સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી. ગુજરાતમાંથી નીકળતી ગુજરાતની સૌથી લાંબી નદી.


(2) સુખભાદર નદી : 

ઉદ્ગમસ્થાન : મદાવા ડુંગર 

લંબાઈ : 112 કિમી. 

વહનક્ષેત્ર : રાજકોટ, અમદાવાદ, બોટાદ 

કોને મળે છે ? : ખંભાતના અખાતને 

નદીકિનારે આવેલ સ્થળો : રાણપુર, ધંધુકા


(3) શેત્રુંજી : 


ઉદ્ગમસ્થાન : ગીરના ઢૂંઢી ડુંગરમાંથી

લંબાઈ : 160 કિમી.

વહન ક્ષેત્ર : અમરેલી, ભાવનગર

નદીકિનારે આવેલ સ્થળો : ધારી, પાલીતાણા 

સિંચાઈ યોજના: શેત્રુંજી–ખોડિયાર (ધારી પાસે, જિ. અમરેલી), રાજસ્થળી, ભાવનગર 

કોને મળે છે ? : સુલતાનપુર પાસે ખંભાતના અખાતને

સહાયક નદીઓ : સીંગવા, ગાગડિયા, ઠેબી, શેલ, રાજાવળ, તળાજી

વિશેષ : અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી


(4) આજી નદી


ઉદ્ગમસ્થાન ઃ સરધાર નજીકના શ્રૃંગા ડુંગરની ઉત્તરમાંથી

લંબાઈ : 96 કિમી. 

વહનક્ષેત્ર : રાજકોટ, જામનગર, ઉત્તર તરફ વહે છે. 

કોને મળે છે ? : જોડિયા તાલુકામાં ખંભાતના અખાતને

નદીકિનારે આવેલ સ્થળ : રાજકોટ

સિચાઈ યોજનાઃ ચાર નાના-મોટા ડેમ બનાવવામાં આવ્યા છે. આજી ડેમ રાજકોટને પીવાનું પાણી પૂરું પાડે છે. 

સહાયક નદીઓ: લાલપરી, ફૂલઝર


(5) મચ્છુ ઃ


ઉદ્ગમસ્થાન : રાજકોટ જિલ્લાના આનંદપુર પાસેના ડુંગરમાંથી

લંબાઈ : 110 કિમી.

વહનક્ષેત્ર : રાજકોટ, મોરબી જિલ્લો 

કોને મળે છે ? : કચ્છના રણમાં મળે છે.

નદીકિનારે આવેલ સ્થળો : વાંકાનેર, મોરબી 

સિંચાઈ યોજના : જોધપુર ગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે.

વિશેષ : ઉત્તર તરફ વહેતી સૌરાષ્ટ્રની મોટી નદી, દરિયાને મળતી ન હોવાથી અંતઃસ્થ નદી છે.


(6) વઢવાણ ભોગાવો : 


ઉદ્ગમસ્થાન : ચોટીલા તાલુકાના નવાગામ પાસેના ડુંગરમાંથી

લંબાઈ - 100.8 કિમી.

વહનક્ષેત્ર : સુરેન્દ્રનગર જિલ્લો 

કોને મળે છે ? : સાબરમતી નદીને

સિંચાઈ યોજના ઃ ગૌતમગઢ પાસે નાયકા અને સુરેન્દ્રનગર પાસે ધોળીધજા ડેમ 

નદીકિનારે આવેલાં સ્થળો : સુરેન્દ્રનગર અને વઢવાણ


(7) લીંમડી ભોગાવો : 


ઉદ્ગમસ્થાન : ચોટીલા તાલુકાના ભીમોરા ડુંગરમાંથી 

લંબાઈ : 112 કિમી.

વહનક્ષેત્ર : સુરેન્દ્રનગર જિલ્લો

નદીકિનારે આવેલ સ્થળો ઃ લીમડી

કોને મળે છે ? : સાબરમતી નદીને 

સિંચાઈ યોજના : સાયલા તાલુકાના થોરિયાળી ગામે ડેમ બાંધવામાં આવ્યો છે.


(8) ઓઝત નદી :


ઉગમસ્થાન : ગીરની ટેકરીઓમાંથી

લંબાઈ : 90 કિમી.

 કોને મળે છે ? : નવી બંદર પાસે ભાદર નદીને મળે છે.

વહનક્ષેત્ર : જૂનાગઢ, પોરબંદર

સિંચાઈ યોજના: બાદલપુર ગામ પાસે ડેમ બાંધી સિંચાઈ કરવામાં આવે છે. 

વિશેષ: ભગવાન સ્વામિનારાયણે નદીમાં અવારનવાર સ્નાન કર્યું હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે વિશેષ મહત્ત્વ.


(9) ઊંડ નદી :


ઉદ્ગમસ્થાન : કાલાવાડ તાલુકો

લંબાઈ: 77 કિમી.

વહનક્ષેત્ર : જામનગર જિલ્લો

કોને મળે છે ? કચ્છના અખાતને

સિંચાઈ યોજના : ઊંડ–1 અને ઊંડ-2

સહાયક નદીઓ : બાવની, ફુલઝર


(10) ઘેલો નદી :


ઉદ્ગમસ્થાન ઃ સૌરાષ્ટ્ર મધ્યે ફૂલઝર નજીકની ટેકરીઓમાંથી

લંબાઈ : 90.12 કિમી.

વહનક્ષેત્ર : રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર

કોને મળે છે ? : ખંભાતના અખાતને 

નદીકિનારે આવેલાં સ્થળો : ગઢડા, ઘેલો સોમનાથ, વલભીપુર


(11) કાળુભાર નદી :


ઉદ્ગમસ્થાન : અમરેલી જિલ્લાના બાબરા નજીકની ટેકરીઓમાંથી

લંબાઈ : 94 કિમી.

વહનક્ષેત્ર : અમરેલી, ભાવનગર જિલ્લો 

કોને મળે છે ?  ભાવનગર પાસે ખંભાતના અખાતને

નદીકિનારે આવેલ સ્થળ : ભાવનગર

સહાયક નદીઓ : રંઘોળી, સીતાપરી, ઉતાવળી


(12) નાગમતી :


ઉદ્ગમસ્થાન: અલીચની ડુંગરમાળામાંથી

લંબાઈ : 47 કિમી.

વહનક્ષેત્ર : જામનગર જિલ્લો

કોને મળે છે ? : જામનગર પાસે રંગમતીને મળીને કચ્છના અખાતને મળે છે.

નદીકિનારે આવેલ સ્થળ : જામનગર. નાગમતી અને રંગમતીના સંગમ પર

સિંચાઈ યોજના : રણજિતસાગર


(13) રંગમતી નદી : 


ઉદ્ગમસ્થાન : અલીચની ડુંગરમાળામાંથી

લંબાઈ : 34 કિમી. 

વહનક્ષેત્ર : જામનગર જિલ્લો

કોને મળે છે ? : જામનગર નજીક નાગમતીને મળીને કચ્છના અખાતને મળે છે. 

નદીકિનારે આવેલ સ્થળ : જામનગર, રંગમતી અને નાગમતીના સંગમ પર

વિશેષ - રંગમતીનું પાણી જામનગરના રંગઉદ્યોગને વિશેષ અનુકૂળ છે.


(14) રંઘોળી :


ઉદ્ભવસ્થાનઃ અમરેલી જિલ્લાની પાંચાલની ટેકરીઓમાંથી

લંબાઈ : 64 કિમી.

વહનક્ષેત્ર : અમરેલી અને ભાવનગર જિલ્લો

કોને મળે છે ? : કાળુભાર નદીને


(15) સરસ્વતી નદી :


ઉદ્ગમસ્થાન : તલાલા તાલુકાના કમલેશ્વર નેસમાંથી 

લંબાઈ : 42 કિમી.

વહનક્ષેત્ર : ગીર સોમનાથ

કોને મળે છે ? : પ્રભાસપાટણ પાસે હિરણ નદી સાથે અરબી સમુદ્રને મળે છે.

નદીકિનારે આવેલું સ્થળ : સોમનાથ, કપિલા, હિરણ અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પર 


કચ્છ જિલ્લાની નદીઓ


કચ્છ જિલ્લામાં અનેક નાની નાની નદીઓ વહે છે. આ નદીઓ ટૂંકી છે. કચ્છ જિલ્લામાં કોઈ બારમાસી નદી નથી.


કચ્છની ઉત્તરવાહિની નદીઓમાં ભૂખી, કાળી, સુવિ, માલણ, સારણ અને ખારી નદી છે. આ નદીઓ કચ્છનાં રણને મળે છે.


કચ્છની દક્ષિણીવાહિની નદીઓમાં નાયરો, કનકાવતી, રુકમાવતી, નાગમતી, ખારોડ, મીઠી, સાંગ, સાઈ વગેરે નદીઓ છે. આ નદીઓ કચ્છના અખાતને મળે છે.


કનકાવતી નદી નખત્રાણા તાલુકાની રોહા ટેકરીઓમાંથી નીકળે છે. નદી 51 કિમી. લાંબી છે. કચ્છના અખાતને મળે છે.


નાયરો નદી અબડાસા તાલુકાની માનગ ટેકરીઓમાંથી નીકળે છે. નદી 55 કિમી. લાંબી છે.


ભૂરાડ નદી નખત્રાણા તાલુકાની નાનામા ટેકરીઓમાંથી નીકળે છે. નદી 47 કિમી. લાંબી છે. નદી બન્ની વિસ્તારમાં ભળે છે. ખારી નદી ભૂજ તાલુકાની ચાંડવા ટેકરીઓમાંથી નીકળે છે. નદીની લંબાઈ 48 કિમી. છે. નદી કચ્છના રણને મળે છે. નદી પર રુદ્રમાતા પાસે બંધ બાંધવામાં આવ્યો છે.


રૂકમાવતી નદી ચાંડવાની ટેકરીઓમાંથી નીકળી માંડવી આગળ કચ્છના અખાતને મળે છે. માંડવી બંદર રૂકમાવતી નદીના મુખ પર આવેલ છે.


મંદ અને તેરા નદીઓ અબડાસાના મેદાનમાંથી પસાર થઈને જખૌ નજીક કચ્છના અખાતને મળે છે. બંને નદીઓ આશરે 30 કિમી. લાંબી છે.




एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ